Ambalal Patel : લોકોને મળશે ગરમીમાંથી રાહત, ભારે પવન સાથે વરસાદી માહોલની અંબાલાલ પટેલની આગાહી
By Abp

Photo: Abp
AI Key Highlights
- Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળતી આગાહી વ્યક્ત કરી હતી
Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળતી આગાહી વ્યક્ત કરી હતી. અંબાલાલ પટેલના મતે રાજ્યના નાગરિકોને હાલ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાના સંકેત છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પારો 32 થી 33 ડિગ્રી સુધી નીચો જઈ શકે છે. જોકે, આ રાહત લાંબો સમય નહીં ટકે, કારણ કે 8 મે બાદ ફરી ગરમીનો પ્રકોપ વધશે અને અમદાવાદ, વડોદરા તથા ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
Was this story interesting?


