GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત

By Abp
GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત

Photo: Abp

AI Key Highlights
  • GPSSB Recruitment 2026:જો તમે સરકારી નોકરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે એક બહુ જ સારા સમાચાર છે

GPSSB Recruitment 2026:જો તમે સરકારી નોકરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે એક બહુ જ સારા સમાચાર છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ આરોગ્ય અને વહીવટી વિભાગમાં 2500 કરતા પણ વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી સરકારી નોકરીનું સપનું જોતા રાજ્યના લાખો યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ મંડળ દ્વારા અલગ-અલગ 4 કેડર માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

More To Read