Gujarat Rain: ગુજરાતમાં વાતાવરણમાં પલટો, આગામી 2 કલાકમાં આ 2 જિલ્લામાં થશે માવઠું
By Abp

Photo: Abp
AI Key Highlights
- Gujarat Rain:ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર આજે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
Gujarat Rain:ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર આજે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યમાં બે જિલ્લામાં વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં દાહોદ અને મહિસાગરમાં બે કલાકમાં ભારે પવન સાથે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ ખાબકશે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે વાતાવરણમાં પલટો આવશે, દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મૉનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતા કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં આજે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
Was this story interesting?


