Gujarat Weather: ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી: આ 6 જિલ્લામાં માવઠું પડશે

By Abp
Gujarat Weather: ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી: આ 6 જિલ્લામાં માવઠું પડશે

Photo: Abp

AI Key Highlights
  • Gujarat Unseasonal Rain:રાજ્યના વાતાવરણમાં અચાનક આવેલા પલટા વચ્ચે હવામાન વિભાગે હજુ આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે

Gujarat Unseasonal Rain:રાજ્યના વાતાવરણમાં અચાનક આવેલા પલટા વચ્ચે હવામાન વિભાગે હજુ આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વાતાવરણમાં બે નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે ભેજવાળા પવનો ખેંચાઈ આવ્યા છે, જેના લીધે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ સમાચારની સીધી અસર ખેડૂતો અને સામાન્ય નાગરિકો પર જોવા મળશે. હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ, આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓ-મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

More To Read