IPLમાં વેપિંગ વિવાદ બાદ BCCI એ કેમ ચેતવણી આપી, કેમ કડક નિયમો બનાવ્યા
By BBC GujaratiMay 9, 2026

Photo: BBC Gujarati
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)માં ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ટીમ અધિકારીઓના હોટલના રૂમ્સમાં પરવાનગી વિના જતા લોકો પર પ્રતિબંધ મૂક્યો છે. આ મામલે બીસીસીઆઈ આઈપીએલની દસેય ફ્રૅન્ચાઇઝીને કડક નિર્દેશ આપ્યા છે અને ટુર્નામેન્ટના સ્થળે વેપિંગ (ઈ-સિગારેટ) પર પણ રોક લગાવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાંજ રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન રિયાન પરાગનો વેપિંગ કરતો વીડિયો સામે આવ્યો હતો જેને લઈને ઘણી ટીકા થઈ હતી. સમાચાર સંસ્થાપીટીઆઈઅનુસાર બોર્ડની ઍન્ટિ કરપ્શન યુનિટે અયોગ્ય વ્યવહાર અને નિયમ તોડવાની કેટલીક ઘટનાઓની માહિતી આપી હતી જ્યાર બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
Was this story interesting?


