SBI ગ્રાહકો સાવધાન! સતત 4 દિવસ બેંકનું કામકાજ બંધ રહેશે, હડતાળનું એલાન; જાણો કઈ તારીખે સેવાઓ ખોરવાશે
By Abp

Photo: Abp
SBI bank strike May 2026:જો તમારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં છે અને તમે આગામી દિવસોમાં બેંકમાં જવાનું વિચારી રહ્યા છો, તો થોડા થોભી જજો! બેંકના કામકાજ માટે તમારે તમારી તારીખોનું ખાસ ધ્યાન રાખવું પડશે. કારણ કે, બેંકની રજાઓ અને કર્મચારીઓની દેશવ્યાપી હડતાળના કારણે 23 મે થી 26 મે સુધી સતત 4 દિવસ માટે SBI ની શાખાઓમાં કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, ગ્રાહકો માટે રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અને ડિજિટલ સેવાઓ અવિરતપણે ચાલુ રહેશે, જેથી તમે તમારા જરૂરી કામ ઓનલાઈન પતાવી શકશો.
Was this story interesting?


