SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
By Abp

Photo: Abp
AI Key Highlights
- SBI ના હજારો કર્મચારીઓ 25 અને 26 મે, 2026 ના રોજ દેશવ્યાપી હડતાળ પર ઉતરશે, જેનાથી બેંકિંગ સેવાઓ ઠપ થઈ જશે.
SBI Bank Strike 2026:જો તમારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. આગામી 25 અને 26 મે, 2026 ના રોજ SBI ના હજારો કર્મચારીઓ દેશવ્યાપી હડતાળ પર ઉતરવાના છે, જેના કારણે બેંકના મોટાભાગના કામકાજ ઠપ થઈ જવાની પૂરી શક્યતા છે. ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન દ્વારા કર્મચારીઓના હકો અને કામની સ્થિતિ સુધારવા માટે આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ 2 દિવસ દરમિયાન ચેક ક્લિયરન્સ, રોકડ ઉપાડવી અને જમા કરવી જેવી તમામ મહત્વની બેંકિંગ સેવાઓને સીધી અસર પડશે, જેનાથી કરોડો ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
Was this story interesting?


