Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
By Abp

Photo: Abp
Somnath Amrut Mahotsav: સોમનાથ મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો છે. 90 મીટર ઊંચી ક્રેઈનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાયા બાદ મંત્રોચ્ચાર સાથે મંદિરના શિખર પર અભિષેક કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિરમાં વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચના કર્યા બાદ શિવલિંગને જળ અર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં આયોજિત "અમૃત મહોત્સવ" કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
Was this story interesting?


