આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર

By Abp
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર

Photo: Abp

AI Key Highlights
  • Gujarat Heatwave Forecast:માવઠાની વિદાય બાદ હવે ગુજરાતમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે

Gujarat Heatwave Forecast:માવઠાની વિદાય બાદ હવે ગુજરાતમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 15 મે સુધી રાજ્યમાં આકરા હીટવેવની આગાહી કરી છે, જેમાં તાપમાનનો પારો 41 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજે અમદાવાદ, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ છે, જ્યારે આવતીકાલથી અમદાવાદ સહિતના મોટાભાગના વિસ્તારોમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી લોકોને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થશે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં માથું ફાડી નાખે તેવી ગરમી પડશે.

More To Read