આવતીકાલનું હવામાન: 10થી વધુ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણો કયા રાજ્યમાં શું એલર્ટ?

By Abp
આવતીકાલનું હવામાન: 10થી વધુ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણો કયા રાજ્યમાં શું એલર્ટ?

Photo: Abp

AI Key Highlights
  • Weather Update:આવતીકાલે એટલે કે 11 મે ના રોજ આખા દેશના હવામાનમાં અણધાર્યા ફેરફારો જોવા મળવાના છે

Weather Update:આવતીકાલે એટલે કે 11 મે ના રોજ આખા દેશના હવામાનમાં અણધાર્યા ફેરફારો જોવા મળવાના છે. હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ, સોમવારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવશે. દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને પર્વતીય રાજ્યોમાં જોરદાર વાવાઝોડા અને વરસાદની આગાહી છે, જેનાથી લોકોને ગરમીથી થોડી રાહત મળશે. પરંતુ, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આકરી ગરમી અને હીટવેવનો કહેર ચાલુ રહેશે, જે લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે.

More To Read