ઈરાન માટે મોટી ભેટ; અમેરિકાનાં ડ્રૉન, મિસાઇલ અને બૉમ્બના રિવર્સ એન્જિનિયરિંગની કેમ થઈ રહી છે ચર્ચા?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- ઈરાનમાં હવે હજુ સુધી બ્લાસ્ટ ન થયેલા અમેરિકન અને ઇઝરાયલી બૉમ્બ અને હથિયારોની રિવર્સ ઍન્જિનિયરિંગની ચર્ચા ચાલી રહી છે
ઈરાનમાં હવે હજુ સુધી બ્લાસ્ટ ન થયેલા અમેરિકન અને ઇઝરાયલી બૉમ્બ અને હથિયારોની રિવર્સ ઍન્જિનિયરિંગની ચર્ચા ચાલી રહી છે. ઈરાની મીડિયા અને વિશ્લેષક હાલના સંઘર્ષ દરમિયાન મળેલાં આ હથિયારોને એક મોટી તક તરીકે જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે આનાથી દેશની સૈન્ય ક્ષમતા વધારી શકાય છે. ઈરાનમાંઅંગ્રેજી સરકારી ચેનલ પ્રેસ ટીવીએ 26 એપ્રિલના રોજના અહેવાલમાં નોંધ્યું કે ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ કોર (આઇઆરજીસી)એ હોરમોઝગાન પ્રાંતમાં '15થી વધુ ભારે અમેરિકન મિસાઇલોને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરી દીધી છે.
Was this story interesting?


