કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચે બદલી ડેડલાઈન, હવે 31 મે સુધી મળશે તક

By Abp
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચે બદલી ડેડલાઈન, હવે 31 મે સુધી મળશે તક

Photo: Abp

AI Key Highlights
  • કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8મા પગાર પંચ સમક્ષ માંગણીઓ રજૂ કરવાની અંતિમ તારીખ 31 મે, 2026 સુધી લંબાવવામાં આવી છે.

8th Pay Commission:કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને એક બહુ જ સારા અને રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ સમક્ષ પોતાની માંગણીઓ, સૂચનો અને મેમોરેન્ડમ (આવેદનપત્ર) રજૂ કરવાની અંતિમ તારીખ લંબાવીને હવે 31 મે, 2026 કરી દીધી છે. અગાઉ આ કામગીરી માટે 30 એપ્રિલ, 2026 ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ નિર્ણયથી વિવિધ કર્મચારી સંગઠનો અને યુનિયનોને તેમની માંગણીઓ તૈયાર કરવા અને રજૂ કરવા માટે થોડો વધુ અને પૂરતો સમય મળી ગયો છે.

More To Read