કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: જુલાઈમાં DA 3% વધી શકે, જાણો પગારમાં કેટલો વધારો થશે!

By Abp
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: જુલાઈમાં DA 3% વધી શકે, જાણો પગારમાં કેટલો વધારો થશે!

Photo: Abp

DA hike July 2026:કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર આવી રહ્યા છે. હાલમાં દેશભરમાં 8મા પગાર પંચની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે જુલાઈ 2026માં મોંઘવારી ભથ્થા (DA) માં 2 થી 3 ટકાનો વધુ એક વધારો થવાની પ્રબળ શક્યતા છે. જો આ વધારો લાગુ થશે, તો લાખો સરકારી કર્મચારીઓના પગારમાં સારો એવો ઉછાળો જોવા મળશે અને તેમને મોંઘવારી સામે મોટી રાહત મળશે. તમને જણાવી દઈએ કે, 18 એપ્રિલ 2026ના રોજ સરકારે જાન્યુઆરીના ચક્ર માટે DAમાં 2%નો વધારો કર્યો હતો, જેથી કુલ DA 60% પર પહોંચી ગયું છે.

More To Read