ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
By Abp

Photo: Abp
AI Key Highlights
- Gujarat government DA hike:રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે
Gujarat government DA hike:રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારે કેન્દ્રના પગલે ચાલીને પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 2% નો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય બાદ હવે રાજ્યના કર્મચારીઓને અત્યાર સુધી જે 58% ના દરે મોંઘવારી ભથ્થું મળતું હતું, તેની જગ્યાએ હવે 60% ના દરે ભથ્થું ચૂકવવામાં આવશે. સૌથી સારી વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી, 2026 ની અસરથી લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી કર્મચારીઓ અને પેન્શનરોના માસિક પગારમાં સારો એવો આર્થિક ઉછાળો આવશે.
Was this story interesting?


