ગુજરાત સ્થાનિક ચૂંટણી પરિણામ: ચારેકોર ભાજપ-ભાજપ, કોંગ્રેસના સૂપડા સાફ! ચૂંટણી પંચે લેટેસ્ટ આંકડા બહાર પાડ્યા
By Abp

Photo: Abp
AI Key Highlights
- Gujarat election 2026 results:આજે 28 એપ્રિલના રોજ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેમાં ભાજપ ઐતિહાસિક અને ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે
gujarat election 2026 results:આજે 28 એપ્રિલના રોજ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેમાં ભાજપ ઐતિહાસિક અને ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે યોજાયેલી આ ચૂંટણીની મતગણતરી પૂરજોશમાં ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, કુલ 10005 બેઠકોમાંથી 732 બેઠકો તો અગાઉથી જ બિનહરીફ થઈ ચૂકી હતી. શરૂઆતી ટ્રેન્ડ અને અત્યાર સુધીના આંકડાઓ સ્પષ્ટપણે ભાજપની મોટી લહેર બતાવી રહ્યા છે, જોકે અમુક ગણતરીની જગ્યાઓએ ભાજપના ગઢમાં ગાબડાં પણ પડ્યા છે, પરંતુ એકંદરે ભાજપે જંગી બહુમતી મેળવી છે.
Was this story interesting?


