ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
By Abp

Photo: Abp
AI Key Highlights
- ભાજપે ગુજરાતની 34 માંથી 33 જિલ્લા પંચાયતોમાં પ્રચંડ બહુમતી મેળવીને કેસરિયો લહેરાવ્યો.
Gujarat District Panchayat Results 2026:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોનું ચિત્ર હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. ખાસ કરીને જિલ્લા પંચાયતોની વાત કરીએ તો, કુલ 1090 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવતા 34 માંથી 33 જિલ્લા પંચાયતોમાં બહુમતી મેળવીને કેસરિયો લહેરાવી દીધો છે. પરંતુ આ ચૂંટણીનો સૌથી મોટો ઉલટફેર નર્મદામાં જોવા મળ્યો છે, જ્યાં 1 જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી (AAP) ના ફાળે ગઈ છે અને કોંગ્રેસની હાલત તો આખા રાજ્યમાં ખૂબ જ કફોડી બની ગઈ છે.
Was this story interesting?


