ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતથી પીએમ મોદી ગદગદ: કમલમમાં ભવ્ય ઉજવણી, નેતાઓએ માન્યો આભાર

By Abp
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતથી પીએમ મોદી ગદગદ: કમલમમાં ભવ્ય ઉજવણી, નેતાઓએ માન્યો આભાર

Photo: Abp

Gujarat local body election results 2026:ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક અને પ્રચંડ જીત હાંસલ કરી છે. આ ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજ્યના ટોચના નેતાઓએ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. જંગી જનસમર્થન મળતા ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. અહીં મુખ્યમંત્રીથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીના નેતાઓએ જીતની ભવ્ય ઉજવણી કરી હતી અને જનતાના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરવાની સાથે વિપક્ષ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

More To Read