ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
By Abp

Photo: Abp
AI Key Highlights
- AAP Visavadar victory:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકા પંચાયત સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની છે
AAP Visavadar victory:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકા પંચાયત સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની છે. આમ આદમી પાર્ટી (AAP) ના નેતા ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાતા આ વિસ્તારમાં ફરી એકવાર 'આપ'નું ઝાડુ ફરી વળ્યું છે. અહીં કુલ 18 બેઠકો માટે થયેલા રસાકસીભર્યા જંગમાં 11 બેઠકો પર શાનદાર જીત મેળવીને આમ આદમી પાર્ટીએ બહુમતી સાથે સત્તા કબ્જે કરી લીધી છે અને કોંગ્રેસના તો સીધા સૂપડા જ સાફ કરી નાખ્યા છે. વિસાવદર તાલુકા પંચાયતના અંતિમ આંકડાકીય પરિણામો પર નજર કરીએ તો, અહીં AAP એ શાનદાર પ્રદર્શન કરતા વિપક્ષોને મોટો ઝટકો આપ્યો છે.
Was this story interesting?


