ભર ઉનાળે ગુજરાતમાં વરસાદની જોરદાર બેટિંગ, આ જિલ્લાઓમાં માવઠું પડતાં ખેડૂતો ચિંતામાં

By Abp
ભર ઉનાળે ગુજરાતમાં વરસાદની જોરદાર બેટિંગ, આ જિલ્લાઓમાં માવઠું પડતાં ખેડૂતો ચિંતામાં

Photo: Abp

Gujarat Unseasonal Rain:રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીની વચ્ચે આજે અચાનક જ મોસમનો મિજાજ બદલાઈ ગયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠાની સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં પણ કમોસમી વરસાદ એટલે કે માવઠું પડ્યું છે. આ માવઠાને કારણે એક તરફ લોકોને ગરમી અને બફારામાંથી થોડી રાહત મળી છે, તો બીજી તરફ ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી જતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળવાની બીકે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

More To Read