માતા-પિતા માટે રાહતના સમાચાર! બાળકોમાં વધતા ટાઇપ-૧ ડાયાબિટીસ માટે કેન્દ્રની નવી નેશનલ ગાઇડલાઇન જાહેર.

By Gujju MediaMay 4, 2026
માતા-પિતા માટે રાહતના સમાચાર! બાળકોમાં વધતા ટાઇપ-૧ ડાયાબિટીસ માટે કેન્દ્રની નવી નેશનલ ગાઇડલાઇન જાહેર.

Photo: Gujju Media

બાળકોમાં ડાયાબિટીસ સામે સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: હવે તપાસથી લઈને ઇન્સ્યુલિન સુધીની સારવાર મળશે તદ્દન મફત. ભારતને લાંબા સમયથી વિશ્વની ‘ડાયાબિટીસની રાજધાની’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી આ રોગની ચર્ચા મોટે ભાગે પુખ્ત વયના લોકો પૂરતી સીમિત હતી. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં બાળકોમાં ટાઇપ-૧ અને ટાઇપ-૨ ડાયાબિટીસના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે.

More To Read