મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ
By Abp

Photo: Abp
Morbi District Panchayat Result:મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે 'ગઢ આલા પણ સિંહ ગેલા' (ગઢ જીત્યા પણ સિંહ ગુમાવ્યો) જેવી કફોડી સ્થિતિ ઊભી થઈ છે. ભાજપે જિલ્લા પંચાયતમાં ઐતિહાસિક બહુમતી તો મેળવી લીધી છે, પરંતુ જે બેઠક પરથી પક્ષના ઉમેદવાર પ્રમુખ બનવાના હતા, ત્યાં જ તેમની હાર થઈ છે. મોરબી જિલ્લા પંચાયતનું પ્રમુખપદ આ વખતે આદિવાસી મહિલા માટે અનામત છે, પરંતુ આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થતાં, બહુમતી ભાજપ પાસે હોવા છતાં પ્રમુખપદ કોંગ્રેસના ફાળે જશે તે નક્કી થઈ ગયું છે. આખી બાજી પલટાઈ જતાં સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને જવાબદાર નેતાઓ સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.
Was this story interesting?


