યુકે: સ્કૉટલૅન્ડમાં સેક્સ વર્કરની હત્યાકેસમાં ભારતીય ફસાયો, મૃત્યુ પામ્યો, તેની પત્નીએ PM મોદી પાસે શું મદદ માગી?
By BBC Gujarati

Photo: BBC Gujarati
લગભગ 29 વર્ષ અગાઉ સ્કૉટલૅન્ડમાં એક સેક્સ વર્કરની હત્યા થઈ હતી, જેમાં એક ભારતીય યુવાન પર હત્યાનો ખોટો આરોપ લાગ્યો હતો. ત્યાર પછી એ યુવાનનું મૃત્યુ થયું અને હવે તેમનાં પત્નીએ આ મામલે સ્કૉટલૅન્ડ સરકાર સામે વળતરનો કેસ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માંગી છે. ટ્રેસી વાઇલ્ડ નામની સેક્સ વર્કરની 1997માં હત્યા થઈ હતી, જેમાં સૌગત મુખરજી નામના ભારતીય પર હત્યાનો આરોપ લાગ્યો હતો. 2023માં સૌગત મુખરજીનું 44 વર્ષની વયે પશ્ચિમ બંગાળમાં મૃત્યુ થયું હતું, પરંતુ ટ્રેસીના અસલી હત્યારાને તેનાથી ચાર વર્ષ પહેલાં જ ગ્લાસગો ખાતે સજા મળી હતી.
Was this story interesting?


