રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ

By Abp
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ

Photo: Abp

AI Key Highlights
  • Somnath to Dwarka Bus Accident:ગુજરાતના હાઈ-વે પર અકસ્માતોની વણથંભી વણઝાર ચાલુ જ છે

Somnath to Dwarka Bus Accident:ગુજરાતના હાઈ-વે પર અકસ્માતોની વણથંભી વણઝાર ચાલુ જ છે. સોમનાથ મહાદેવના દર્શન કરી દ્વારકા જઈ રહેલી ભાવનગરના શ્રદ્ધાળુઓની એક ખાનગી બસને જૂનાગઢના માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. રસ્તામાં અચાનક એક રોઝડું (નીલગાય) આવી જતાં ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ જોરદાર પલટી ખાઈ ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં 2 યાત્રાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

More To Read