લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર લગ્ન પ્રસંગ દરમિયાન હુમલો, સેલ્ફીના કારણે થયો વિવાદ
By Abp

Photo: Abp
AI Key Highlights
- Attack On Gujarati Singer Kajal Maheriya's Husband: ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર પરઅમદાવાદજિલ્લાના માંડલ નજીક વિઠલાપુર પાસે આવેલા ડઢાણા ગામમાં હુમલો થવાની ઘટના સામે આવી છે
Attack On Gujarati Singer Kajal Maheriya's Husband: ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર પરઅમદાવાદજિલ્લાના માંડલ નજીક વિઠલાપુર પાસે આવેલા ડઢાણા ગામમાં હુમલો થવાની ઘટના સામે આવી છે. આ ઘટના બે દિવસ પહેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન યોજાયેલા રાસ-ગરબા કાર્યક્રમ દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, કાર્યક્રમ દરમિયાન કેટલાક યુવાનો કાજલ મહેરિયા સાથે સેલ્ફી લેવા માટે આગળ આવ્યા હતા. આ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી શરૂ થઈ હતી, જે પછી મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
Was this story interesting?


