વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ, જાણો બાંગ્લાદેશે શું કહ્યું?
By Abp

Photo: Abp
AI Key Highlights
- PM Modi Bengal win:ભારતમાં તાજેતરમાં 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે
PM Modi Bengal win:ભારતમાં તાજેતરમાં 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષથી સત્તા પર રહેલા મમતા બેનર્જીના શાસનનો અંત લાવીને પીએમ નરેન્દ્ર મોદીની ભાજપે મેળવેલી ઐતિહાસિક જીતની લંડનથી લઈને ન્યૂયોર્ક અને ઇસ્લામાબાદથી ઢાકા સુધી ચર્ચા થઈ રહી છે. આટલું જ નહીં, તમિલનાડુમાં સુપરસ્ટાર જોસેફ વિજયની નવી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી અને જીત પણ વિદેશી અખબારોમાં છવાયેલી છે. નોંધનીય વાત એ છે કે, ભારતની આ જંગી રાજકીય ઉથલપાથલ માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશના મીડિયાએ પણ પીએમ મોદી અને વિજયની સફળતાની નોંધ લીધી છે.
Was this story interesting?


