શું દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે? પીએમ મોદીની અપીલે આપ્યા સંકેત, કહ્યું - કિંમત આસમાને....
By Abp

Photo: Abp
AI Key Highlights
- Petrol Diesel price hike 2026:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી સપ્લાયની કટોકટી પર મોટું નિવેદન આપ્યું છે
Petrol Diesel price hike 2026:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી સપ્લાયની કટોકટી પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે ખાસ અપીલ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે સરકારી તેલ કંપનીઓને દર મહિને હજારો કરોડનું નુકસાન થઈ રહ્યું છે. પીએમ મોદીની આ અપીલ પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે આગામી દિવસોમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંકાય શકે છે.
Was this story interesting?


