શું ફરી જોવા મળશે વાયરસ અને ચતુરનો જાદુ? ‘3 ઇડિયટ્સ 2’ ની સત્તાવાર જાહેરાત, આમિર ખાને શેર કરી ખાસ વિગતો

By Gujju Media
શું ફરી જોવા મળશે વાયરસ અને ચતુરનો જાદુ? ‘3 ઇડિયટ્સ 2’ ની સત્તાવાર જાહેરાત, આમિર ખાને શેર કરી ખાસ વિગતો

Photo: Gujju Media

આમિર ખાને કન્ફર્મ કરી ‘3 ઇડિયટ્સ 2’: 10 વર્ષ આગળ વધશે રેંચો-રાજૂની કહાની, જાણો ક્યારે શરૂ થશે શૂટિંગ વર્ષ 2009માં જ્યારે રાજકુમાર હિરાનીએ ‘3 ઇડિયટ્સ’ બનાવી હતી, ત્યારે તેણે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. એન્જિનિયરિંગ કોલેજની એ વાર્તા આજે પણ દરેક યુવાનના દિલની નજીક છે. હવે આમિર ખાને પુષ્ટિ કરી છે કે આ સુપરહિટ ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો છે અને તેની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઈ ગયું છે. આમિર ખાને તેના પુત્ર જુનૈદની ફિલ્મ ‘એક દિન’ ના પ્રમોશન દરમિયાન આ મોટો ખુલાસો કર્યો હતો.

More To Read