સંજય કપૂર પ્રોપર્ટી વિવાદમાં નવો વળાંક: પ્રિયા કપૂરને લાગ્યો મોટો ઝટકો, કરિશ્માના બાળકો માટે રાહતના સમાચાર

By Gujju Media
સંજય કપૂર પ્રોપર્ટી વિવાદમાં નવો વળાંક: પ્રિયા કપૂરને લાગ્યો મોટો ઝટકો, કરિશ્માના બાળકો માટે રાહતના સમાચાર

Photo: Gujju Media

સંજય કપૂર પ્રોપર્ટી વિવાદ: કરિશ્મા કપૂરના બાળકોને હાઈકોર્ટ તરફથી મોટી રાહત, પ્રિયા કપૂર માટે મુશ્કેલી વધી બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરની મિલકતને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે એક નવો વળાંક આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરતા કરિશ્મા કપૂર અને તેના બાળકો – સમાયરા અને કિયાનને મોટી રાહત આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બાળકો દ્વારા દાખલ કરવામાં આવેલા કેસનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી સંજય કપૂરની કોઈપણ મિલકત વેચી શકાશે નહીં. આ ચુકાદો સંજય કપૂરની વર્તમાન પત્ની પ્રિયા કપૂર માટે એક મોટા આંચકા સમાન માનવામાં આવી રહ્યો છે, કારણ કે કોર્ટે મિલકતના હસ્તાંતરણ પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે.

More To Read