હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે
By Abp

Photo: Abp
Gujarat weather forecast:ગુજરાતમાં અત્યારે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યાં બીજી તરફ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ હવામાન વિભાગે આજે સાંજે એક તાત્કાલિક એલર્ટ એટલે કે 'નાઉકાસ્ટ' (Nowcast) જાહેર કર્યું છે. આ તાજી આગાહી મુજબ, આગામી 3 કલાક દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં પવનના સુસવાટા અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. જો તમે પણ આ વિસ્તારોમાં રહો છો અથવા રાતના સમયે બહાર જવાનું વિચારી રહ્યા છો, તો હવામાનનો આ નવો મિજાજ અને લેટેસ્ટ અપડેટ ખાસ જાણી લેવા જેવા છે.
Was this story interesting?


