‘હું એ 6 પીડિતાઓમાં સામેલ જેમનું યૌન શોષણ થયું હતું’, વીનેશ ફોગાટે બ્રિજભૂષણસિંહ પર કયા આરોપ લગાવ્યા?

By BBC Gujarati
‘હું એ 6 પીડિતાઓમાં સામેલ જેમનું યૌન શોષણ થયું હતું’, વીનેશ ફોગાટે બ્રિજભૂષણસિંહ પર કયા આરોપ લગાવ્યા?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ભારતીય મહિલા કુસ્તીબાજ વીનેશ ફોગાટે રવિવારે સોશિયલ મીડિયા પર ભારતીય કુસ્તી સંઘ (ડબલ્યુએફઆઈ) દ્વારા આયોજિત એક રૅન્કિંગ ટુર્નામેન્ટમાં સામેલ થવા પર પોતાની સુરક્ષાને લઈને ઘણી આશંકાઓ વ્યક્ત કરી છે

ભારતીય મહિલા કુસ્તીબાજ વીનેશ ફોગાટે રવિવારે સોશિયલ મીડિયા પર ભારતીય કુસ્તી સંઘ (ડબલ્યુએફઆઈ) દ્વારા આયોજિત એક રૅન્કિંગ ટુર્નામેન્ટમાં સામેલ થવા પર પોતાની સુરક્ષાને લઈને ઘણી આશંકાઓ વ્યક્ત કરી છે. આ સાથે તેમણે એ પણ ખુલાસો કર્યો કે 'તેઓ એ છ મહિલા પીડિતાઓ પૈકીનાં એક છે' જેમણે ડબલ્યુએફઆઈના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ સામે 'યૌન શોષણ'ની ફરિયાદ નોંધાવી હતી. વીનેશ ફોગાટે જણાવ્યું હતું કે ડબલ્યુએફઆઈએ રૅન્કિંગ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી છે જે બ્રિજભૂષણ શરણસિંહના વિસ્તાર ગોંડામાં યોજાઈ રહી છે. વીનેશે પોતાની સલામતી તેમજ આ ટુર્નામેન્ટની નિષ્પક્ષતા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

More To Read