હોર્મુઝ નાકાબંધીને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો, ટ્રમ્પે દુનિયાને સીક્રેટ સંદેશમાં શું કહ્યું?
By Abp

Photo: Abp
AI Key Highlights
- Crude Oil Prices:મિડલ ઈસ્ટમાં સંઘર્ષ અને તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પર યુએસ નેવી દ્વારા ચાલી રહેલી નાકાબંધીથી વૈશ્વિક ઉર્જા પુરવઠા પર ભારે અસર પડી છે
Crude Oil Prices:મિડલ ઈસ્ટમાં સંઘર્ષ અને તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પર યુએસ નેવી દ્વારા ચાલી રહેલી નાકાબંધીથી વૈશ્વિક ઉર્જા પુરવઠા પર ભારે અસર પડી છે. ગુરુવારે (30 એપ્રિલ, 2026) ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $126 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા. ડેટા દર્શાવે છે કે ગુરુવારે (30 એપ્રિલ) ક્રૂડ ઓઇલના ભાવે પાછલા ચાર વર્ષના રેકોર્ડ તોડી આગળ નિકળી ગયા હતા. ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા રેકોર્ડ વધારા પર પ્રતિક્રિયા આપતા ઈરાને જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાં ઇરાની બંદરોની યુએસ નેવી દ્વારા નાકાબંધીથી તેના તેલ ઉત્પાદન પર કોઈ અસર પડી નથી.
Was this story interesting?


