દર મહિને માત્ર ₹55 જમા કરાવો અને મેળવો ₹3,000 નું પેન્શન! ઘડપણમાં સહારો બનશે આ સરકારી યોજના
By AbpMarch 28, 2026 at 9:05 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જો તમે અસંગઠિત ક્ષેત્રમાં છૂટક કામ કે મજૂરી કરો છો અને નિવૃત્તિ પછી એટલે કે ઘડપણમાં આવક ચાલુ રહેશે કે કેમ તેની ચિંતા તમને સતાવી રહી છે, તો તમારા માટે આ બહુ જ કામના સમાચાર છે.
- કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના' (PM-SYM) હેઠળ તમે ખૂબ જ નાનું રોકાણ કરીને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3,000 નું ફિક્સ પેન્શન મેળવી શકો છો.
- આ યોજના ખાસ કરીને એવા સામાન્ય લોકો માટે જ બનાવવામાં આવી છે, જેમને EPF કે બીજી કોઈ પેન્શન યોજનાનો લાભ મળતો નથી.
- જો તમારી ઉંમર અત્યારે 18 વર્ષ છે, તો તમારે દર મહિને માત્ર ₹55 જમા કરાવવા પડશે અને 60 વર્ષ પછી તમને આજીવન પેન્શન મળતું રહેશે, જેથી તમારું ઘડપણ આર્થિક ચિંતા વિના સુખરૂપ પસાર થશે.
- સરકાર પણ ઉમેરશે તમારા જેટલા જ પૈસા!
જો તમે અસંગઠિત ક્ષેત્રમાં છૂટક કામ કે મજૂરી કરો છો અને નિવૃત્તિ પછી એટલે કે ઘડપણમાં આવક ચાલુ રહેશે કે કેમ તેની ચિંતા તમને સતાવી રહી છે, તો તમારા માટે આ બહુ જ કામના સમાચાર છે. કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના' (PM-SYM) હેઠળ તમે ખૂબ જ નાનું રોકાણ કરીને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3,000 નું ફિક્સ પેન્શન મેળવી શકો છો. આ યોજના ખાસ કરીને એવા સામાન્ય લોકો માટે જ બનાવવામાં આવી છે, જેમને EPF કે બીજી કોઈ પેન્શન યોજનાનો લાભ મળતો નથી. જો તમારી ઉંમર અત્યારે 18 વર્ષ છે, તો તમારે દર મહિને માત્ર ₹55 જમા કરાવવા પડશે અને 60 વર્ષ પછી તમને આજીવન પેન્શન મળતું રહેશે, જેથી તમારું ઘડપણ આર્થિક ચિંતા વિના સુખરૂપ પસાર થશે.
Was this story interesting?





