EPFO પેન્શન ₹1000 થી વધીને ₹7500 થઈ ગયું? વિભાગે કર્યો મોટો ખુલાસો

By AbpMay 20, 2026 at 11:01 AM3 views
EPFO પેન્શન ₹1000 થી વધીને ₹7500 થઈ ગયું? વિભાગે કર્યો મોટો ખુલાસો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ચેતવણી: EPFO એ લઘુત્તમ પેન્શન ₹1,000 થી વધીને ₹7,500 થયું હોવાના વાયરલ દાવાને "નકલી" ગણાવ્યો છે.
  • ખુલાસો: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને પોતાના સત્તાવાર 'X' એકાઉન્ટ પર સ્પષ્ટતા કરી કે સોશિયલ મીડિયા પર ફરતો પત્ર સંપૂર્ણપણે બનાવટી છે.
  • હકીકત: વાયરલ મેસેજમાં દાવો કરાયો હતો કે 30 એપ્રિલથી EPS 95 હેઠળ પેન્શન વધારો લાગુ પડશે અને 1 મે, 2026 થી ₹7,500 મળશે.
  • મહત્વપૂર્ણ: સરકારે હજુ સુધી પેન્શનની રકમ વધારવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે નિર્ણય લીધો નથી, તેથી આવા દાવાઓ પર વિશ્વાસ ન કરવો.

EPFO Pension News:સોશિયલ મીડિયા પર આજકાલ ખોટા સમાચારો ખૂબ જ ઝડપથી ફેલાતા હોય છે, જે સાચા માની લેવાની ભૂલ ઘણા લોકો કરી બેસે છે. તાજેતરમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના પેન્શનરો માટે એક સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકારે લઘુત્તમ પેન્શનની રકમ ₹1,000 થી વધારીને સીધી ₹7,500 કરી દીધી છે. જો તમે પણ આ સમાચાર વાંચીને ખુશ થઈ ગયા છો, તો થોભી જાવ! કારણ કે ખુદ EPFO એ સામે આવીને આ વાયરલ મેસેજ પાછળનું સાચું સત્ય જણાવ્યું છે.

More To Read