યુદ્ધનો ભય ઓછો થતાં સોનામાં તેજી! પણ ચાંદીમાં ₹5,000નો મોટો કડાકો, જુઓ લેટેસ્ટ ભાવ

By AbpMay 19, 2026 at 3:19 PM2 views
યુદ્ધનો ભય ઓછો થતાં સોનામાં તેજી! પણ ચાંદીમાં ₹5,000નો મોટો કડાકો, જુઓ લેટેસ્ટ ભાવ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકા-ઈરાન યુદ્ધનો ભય ઘટતા ભારતીય બજારમાં સોનાની ધૂમ ખરીદીને કારણે ભાવમાં ₹800નો ઉછાળો આવ્યો.
  • નબળી ઔદ્યોગિક માંગ અને વૈશ્વિક સુસ્ત ટ્રેન્ડને લીધે ચાંદીના ભાવમાં ₹5,000નો મોટો કડાકો બોલ્યો.
  • યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાન પરનો લશ્કરી હુમલો મુલતવી રાખતા રાજદ્વારી ઉકેલની આશાએ સોનું મોંઘુ થયું.
  • આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોટ ગોલ્ડ અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ પણ ઘટ્યા.
  • નિષ્ણાતો માને છે કે વૈશ્વિક વ્યાજ દરો, ક્રૂડ ઓઇલના ભાવ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગેની અનિશ્ચિતતા સોના-ચાંદીના ભાવમાં અસ્થિરતા જાળવી રાખશે.

Gold Price Today:સોનાના બજારમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો ભય ઓછો થતાં આંતરરાષ્ટ્રીય બજાર ભલે થોડું શાંત થયું હોય, પરંતુ ભારતીય સ્થાનિક બજારમાં નીચા ભાવે સોનું ખરીદવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. આ ધૂમ ખરીદીને કારણે સોનાના ભાવમાં સીધો 800 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ મજબૂતી સાથે 1. 63 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી વટાવી ગયો છે.

More To Read