સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?

By AbpMay 16, 2026 at 10:23 AM4 views
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ઇંધણ (ATF)ની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED)માં મોટો ફેરફાર કર્યો છે.
  • સૌથી મોટી રાહત એ છે કે, આ નવા ફેરફારથી ભારતના સ્થાનિક બજારમાં વેચાતા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કોઈ જ અસર નહીં થાય.
  • જાણો, ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર 3 રૂપિયાનો SAED ચાર્જ લાદવામાં આવ્યો છે, જે 16 મે, 2026 થી અમલમાં આવ્યો છે.
  • સરકારે ડીઝલ પર SAED ઘટાડીને 16.5 રૂપિયા અને ATF પર 16 રૂપિયા પ્રતિ લિટર કર્યો છે, જે અગાઉના દરો કરતાં ઓછો છે.
  • આ ટેક્સનો મુખ્ય હેતુ દેશમાં ઇંધણનો પૂરતો પુરવઠો જાળવી રાખવાનો અને રિફાઇનરી કંપનીઓને નિકાસ કરતાં સ્થાનિક બજારમાં વેચાણ માટે પ્રોત્સાહિત કરવાનો છે.

Petrol diesel export tax India:જ્યારે પણ પેટ્રોલ અને ડીઝલના નિયમો કે ભાવમાં ફેરફાર થાય છે, ત્યારે સામાન્ય માણસને સૌથી પહેલો ડર એ લાગે છે કે શું આનાથી તેમના ખિસ્સા પર કાતર ફરશે? હાલમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ઇંધણ (ATF)ની નિકાસ (export) પર લાગતા સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED)માં મોટો ફેરફાર કર્યો છે. 15 મેના રોજ બહાર પડેલા નવા જાહેરનામા મુજબ, આ નવા દરો આજથી એટલે કે 16 મે, 2026 થી અમલમાં આવી ગયા છે. પરંતુ સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે, આ ફેરફારથી ભારતના સ્થાનિક બજારમાં વેચાતા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કોઈ જ અસર નહીં થાય, તેથી તમારા ખિસ્સા પર કોઈ જ બોજો નહીં પડે.

More To Read

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે? | Teri Meri Bat | TeriMeriBat News