હવે ATM કે UPI થી મળશે PF ના પૈસા? કર્મચારીઓ માટે આવી રહ્યું છે નવું અપડેટ
By Teri meri bat Team0 Views
1 / 3 તસવીરો
Photo: Teri meri bat Team
AI મુખ્ય હાઇલાઇટ્સ
નોકરી કરતા લોકો માટે એક સારા સમાચાર છે હવે પીએફના પૈસા કાઢવા માટે લાંબી પ્રોસેસમાંથી પસાર થવાની જરૂર નહીં પડે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) પીએફની રકમ સીધી યુપીઆઈ થકી બેંક ખાતામાં મોકલવાની નવી સુવિધા શરૂ કરવાની તૈયારીમાં છે
નોકરી કરતા લોકો માટે એક સારા સમાચાર છે. હવે પીએફના પૈસા કાઢવા માટે લાંબી પ્રોસેસમાંથી પસાર થવાની જરૂર નહીં પડે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) પીએફની રકમ સીધી યુપીઆઈ થકી બેંક ખાતામાં મોકલવાની નવી સુવિધા શરૂ કરવાની તૈયારીમાં છે. આ સુવિધાનું ટેસ્ટિંગ પૂરું થઈ ગયું છે અને ડિસેમ્બર ૨૦૨૬ના અંત સુધીમાં શરૂ કરવાનું લક્ષ્ય છે.
આ નવી વ્યવસ્થા કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અત્યાર સુધી પીએફ ઉપાડવા માટે ઓનલાઈન અરજી કરવી પડતી હતી, પછી દાવાની મંજૂરી અને બેંક ખાતામાં પૈસા જમા થવાની રાહ જોવી પડતી હતી. નવી વ્યવસ્થા શરૂ થયા પછી મંજૂર થયેલી રકમ યુપીઆઈ થકી સીધી બેંક ખાતામાં મળી જશે.EPFO દ્વારા નવી સુવિધા માટે સિક્યોરિટી અને કામગીરી સંબંધિત ટેસ્ટિંગના બે તબક્કા પૂરા કરવામાં આવ્યા છે. ટેસ્ટિંગ દરમિયાન 102 પીએફ દાવાઓ સફળતાપૂર્વક પતાવટ કરવામાં આવ્યા હતા. આ દાવાઓ હેઠળ રૂ.4.97 લાખથી વધુની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં તરત જમા કરવામાં આવી હતી.
તસવીર 2 / 3
તસવીર: Teri meri bat Team
આ ટેસ્ટિંગમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ (C-DAC), નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI), ભીમ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય સંબંધિત સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો.
જોકે, નવી કમ્પ્યુટર સિસ્ટમમાં માઈગ્રેશન દરમિયાન કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ હજુ બાકી છે. આ સમસ્યાઓ દૂર થયા પછી જ સામાન્ય સભ્યો માટે સુવિધા શરૂ થઈ શકશે.હાલમાં આ સુવિધા ડિસેમ્બર ૨૦૨૬ના અંત સુધીમાં શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જોકે, નવી કમ્પ્યુટર સિસ્ટમમાં ચાલી રહેલી ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ આવ્યા પછી જ અંતિમ તારીખ નક્કી થઈ શકશે.
આ સુવિધા EPFOની નવી ડિજિટલ વ્યવસ્થા હેઠળ શરૂ કરવામાં આવશે. તેનો મુખ્ય હેતુ પીએફના દાવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો અને કર્મચારીઓને સરળતાથી પોતાની બચત મેળવવામાં મદદ કરવાનો છે.નવી સુવિધા શરૂ થયા પછી પાત્ર કર્મચારીઓ મંજૂર થયેલી પીએફ ઉપાડની રકમ યુપીઆઈ થકી પોતાના બેંક ખાતામાં મેળવી શકશે.
તસવીર 3 / 3
તસવીર: Teri meri bat Team
આ માટે નીચેની બાબતો મહત્ત્વપૂર્ણ રહેશે: કર્મચારીનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સક્રિય હોવો જોઈએ.આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો યોગ્ય રીતે જોડાયેલી હોવી જોઈએ. પીએફ ખાતાની જરૂરી KYC પૂરી થયેલી હોવી જોઈએ.ઉપાડ માટેની અરજી હાલના નિયમો મુજબ પાત્ર હોવી જોઈએ.શરૂઆતમાં ભીમ દ્વારા રકમ મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે.
આ ઉપરાંત, અહેવાલો અનુસાર યુપીઆઈ થકી ઉપાડ માટે ઓછામાં ઓછી રૂ. ૧,૦૦૦ની રકમ નક્કી કરવાની વિચારણા ચાલી રહી છે. જોકે, આ મર્યાદા અંગે અંતિમ જાહેરાત થવાની બાકી છે.નવી સુવિધા શરૂ થાય તો પણ કર્મચારીઓ પોતાની આખી પીએફની રકમ મનસ્વી રીતે ઉપાડી શકશે નહીં. ઉપાડની રકમ અને પાત્રતા હાલના પીએફના નિયમો પ્રમાણે જ નક્કી થશે.
કર્મચારી કયા કારણસર પૈસા ઉપાડવા માંગે છે, તેની નોકરીનો સમયગાળો કેટલો છે અને ખાતામાં કેટલી રકમ જમા છે તેના આધારે ઉપાડની મંજૂરી મળશે.એટલે યુપીઆઈની સુવિધા મળવાથી પીએફ ઉપાડવાના નિયમોમાં આપમેળે ફેરફાર થશે એવું માનવું નહીં.