IMF એ ભારતને આપ્યાં ગૂડ ન્યુઝ, 2026 માટે વૃદ્ધિનો વધાર્યો અંદાજ
By AbpApril 15, 2026 at 1:47 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- વૈશ્વિક તણાવ અને નબળા વૈશ્વિક વૃદ્ધિના અંદાજો વચ્ચે પણ, IMF એ ભારત માટે સારા સમાચાર આપ્યા છે, જેણે 2026 માટે વૃદ્ધિનો અંદાજ વધાર્યો છે.
- આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે 2026 માટે ભારતનો વૃદ્ધિ દર 6.4% થી વધારીને 6.5% કર્યો છે, જ્યારે વૈશ્વિક અંદાજ ઘટાડ્યો છે.
- ભારતીય માલ પર યુએસ ટેરિફ 50% થી ઘટાડીને 10% થતા, દેશની નિકાસને મોટો ફાયદો થયો છે અને આર્થિક વૃદ્ધિને વેગ મળ્યો છે.
- ભારતની મજબૂત સ્થાનિક માંગ, વપરાશ અને નિયંત્રિત ફુગાવો વૈશ્વિક આંચકા સામે એક મજબૂત સુરક્ષા કવચ પૂરા પાડે છે.
IMF Growth Prediction for India: મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ એક એવું નિવેદન આપ્યું છે, જે સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક છે. હકીકતમાં, IMF એ તેના વૈશ્વિક વિકાસ આગાહીમાં ઘટાડો કર્યો છે અને કહ્યું છે કે, વિશ્વ પહેલેથી જ ખૂબ જ પ્રતિકૂળ પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગમાં આવી રહ્યાં વિક્ષેપના કારણે વૃદ્ધિ દરમાં નોંધપાત્ર રીતે નબળી થઇ શકે છે. વોશિંગટનમાં IMF અને વિશ્વ બેંકની Springs Meetings દરમિયાન જમા થયેલા દુનિયાભરના નાણામંત્રી અને કેન્દ્રીય બેન્કના ગવર્નર વચ્ચે પશ્ચમી એશિયામાં સંઘર્ષને લઇને ભારે અનિશ્ચતિતા જોવા મળી રહી છે.
Was this story interesting?





