શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
By AbpMarch 28, 2026 at 5:57 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર એવી અફવાઓ આગની જેમ ફેલાઈ રહી છે કે ભારતમાં હવે માત્ર 5 થી 10 દિવસ ચાલે તેટલો જ પેટ્રોલ, ડીઝલ અને LPG ગેસનો ભંડાર બચ્યો છે.
- પરંતુ, કેન્દ્ર સરકારે આ તમામ દાવાઓને સદંતર ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.
- સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઇંધણની કોઈ જ અછત નથી અને નાગરિકોએ ગભરાવાની કે પેનિક થવાની સહેજ પણ જરૂર નથી.
- આપણી પાસે હજુ પણ 60 દિવસ ચાલે તેટલો વિશાળ તેલ ભંડાર એકદમ સુરક્ષિત છે.
- પશ્ચિમ એશિયામાં અત્યારે જે રીતે યુદ્ધનો માહોલ છે, તેને લઈને આખી દુનિયામાં ક્રૂડ ઓઇલ (કાચા તેલ) ના સપ્લાય અંગે ચિંતા ઊભી થઈ છે.
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર એવી અફવાઓ આગની જેમ ફેલાઈ રહી છે કે ભારતમાં હવે માત્ર 5 થી 10 દિવસ ચાલે તેટલો જ પેટ્રોલ, ડીઝલ અને LPG ગેસનો ભંડાર બચ્યો છે. પરંતુ, કેન્દ્ર સરકારે આ તમામ દાવાઓને સદંતર ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઇંધણની કોઈ જ અછત નથી અને નાગરિકોએ ગભરાવાની કે પેનિક થવાની સહેજ પણ જરૂર નથી. આપણી પાસે હજુ પણ 60 દિવસ ચાલે તેટલો વિશાળ તેલ ભંડાર એકદમ સુરક્ષિત છે.
Was this story interesting?





