ઈરાન યુદ્ધની અસર: હવે કોન્ડોમ 30% સુધી મોંઘા થશે, જાણો કિંમત વધવાનું અસલી કારણ
By AbpApril 22, 2026 at 7:18 PM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Condom prices increase:ઈરાન યુદ્ધની અસર હવે માત્ર ક્રૂડ ઓઈલ કે શેરબજાર પૂરતી સીમિત નથી રહી, પણ તે સામાન્ય માણસની અંગત જિંદગી સુધી પહોંચી ગઈ છે
- દુનિયાની સૌથી મોટી કોન્ડોમ બનાવતી મલેશિયન કંપની 'કારેક્સ બીએચડી' (Karex Bhd) ટૂંક સમયમાં કોન્ડોમના ભાવમાં 20% થી 30% કે તેથી વધુનો તોતિંગ વધારો કરવા જઈ રહી છે
- ઈરાન યુદ્ધના કારણે આખી દુનિયામાં સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, કાચો માલ મોંઘો થયો છે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી ગયો છે
- આ તમામ પરિબળોને કારણે કંપનીનું કહેવું છે કે તેમની પાસે હવે આ આર્થિક બોજ ગ્રાહકો પર નાખવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી
- કંપની પાસે ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી તમને જણાવી દઈએ કે મલેશિયાની આ કંપની દર વર્ષે 5 અબજ (500 કરોડ) કરતાં વધુ કોન્ડોમ બનાવે છે
condom prices increase:ઈરાન યુદ્ધની અસર હવે માત્ર ક્રૂડ ઓઈલ કે શેરબજાર પૂરતી સીમિત નથી રહી, પણ તે સામાન્ય માણસની અંગત જિંદગી સુધી પહોંચી ગઈ છે. દુનિયાની સૌથી મોટી કોન્ડોમ બનાવતી મલેશિયન કંપની 'કારેક્સ બીએચડી' (Karex Bhd) ટૂંક સમયમાં કોન્ડોમના ભાવમાં 20% થી 30% કે તેથી વધુનો તોતિંગ વધારો કરવા જઈ રહી છે. ઈરાન યુદ્ધના કારણે આખી દુનિયામાં સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, કાચો માલ મોંઘો થયો છે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી ગયો છે. આ તમામ પરિબળોને કારણે કંપનીનું કહેવું છે કે તેમની પાસે હવે આ આર્થિક બોજ ગ્રાહકો પર નાખવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી.
Was this story interesting?





