'18 મહિનામાં આ પ્રકારની તમામ નોકરી સમાપ્ત કરી દેશે AI', માઈક્રોસોફ્ટના AI હેડની મોટી ચેતવણી

By AbpMay 18, 2026 at 5:30 AM1 views
'18 મહિનામાં આ પ્રકારની તમામ નોકરી સમાપ્ત કરી દેશે AI', માઈક્રોસોફ્ટના AI હેડની મોટી ચેતવણી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ચોંકાવનારી આગાહી: માઈક્રોસોફ્ટના AI હેડ મુસ્તફા સુલેમાને જણાવ્યું કે આગામી 12-18 મહિનામાં AI મોટાભાગની વ્હાઇટ-કોલર ઓફિસ જોબ્સ સમાપ્ત કરી દેશે.
  • સાવધાન! કાયદો, એકાઉન્ટિંગ, માર્કેટિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ જેવી કમ્પ્યુટર-આધારિત નોકરીઓ AI થી સૌથી વધુ જોખમમાં છે.
  • AI સિસ્ટમ્સ હવે માનવ સ્તરના પ્રદર્શનની નજીક પહોંચી રહી છે, જે સમસ્યાનું નિરાકરણ અને કોડિંગ જેવા કાર્યો માણસો કરતાં વધુ ઝડપથી અને સારી રીતે કરશે.
  • ભવિષ્યમાં AI માત્ર મદદરૂપ નહીં રહે, પરંતુ કંપનીઓમાં કાર્યપ્રવાહનું સંચાલન કરીને માનવીઓનું સ્થાન લેવાનું શરૂ કરી શકે છે.
  • આશ્ચર્યજનક રીતે, નવું AI મોડેલ બનાવવું પોડકાસ્ટ બનાવવા જેટલું સરળ બની જશે, જેનાથી સામાન્ય લોકો પણ પોતાની AI સિસ્ટમ બનાવી શકશે.

અમેરિકાની દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટના AI વડા મુસ્તફા સુલેમાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને ગંભીર ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે આગામી 12 થી 18 મહિનામાં AI મોટાભાગની વ્હાઇટ-કોલર એટલે કે ઓફિસ જોબ ઓટોમેટ કરી શકે છે. તેમના મતે, આ ફેરફાર દાયકાઓમાં ઓફિસમાં કરવામાં આવતી નોકરીઓની દુનિયા માટે સૌથી મોટો આંચકો સાબિત થઈ શકે છે. AI માનવોના સ્તર સુધી પહોંચી રહ્યું છે ફાઇનાન્સિયલ ટાઇમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સુલેમાને કહ્યું હતું કે AI સિસ્ટમ્સ હવે મોટાભાગના વ્યાવસાયિક કાર્યોમાં માનવ સ્તરના પ્રદર્શનની નજીક પહોંચી રહી છે.

More To Read