18,000 થી વધીને સીધો 52,600 થશે લઘુત્તમ પગાર? 8માં પગાર પંચની આ માંગણીઓથી કર્મચારીઓ ખુશખુશાલ
By AbpMay 12, 2026 at 12:11 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- 8th Pay Commission latest news:કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8માં પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (IRTSA) અને અન્ય રેલવે યુનિયનોએ સરકાર સમક્ષ કેટલીક મોટી માંગણીઓ મૂકી છે
- યુનિયનોએ મોંઘવારી ભથ્થા (DA) અને મકાન ભાડા ભથ્થા (HRA) ની ગણતરીની જૂની પદ્ધતિઓમાં ધરખમ ફેરફારો કરવા પ્રસ્તાવ મૂક્યો છે
- આ ઉપરાંત, મૂળ પગાર વધારવા, ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરવા, રજાના રોકડીકરણ (Leave Encashment) અને નિવૃત્તિ યોજનાઓમાં પણ સુધારા કરવાની રજૂઆત કરવામાં આવી છે
- આ માંગણીઓ સંતોષાશે તો રેલવે કર્મચારીઓને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે
- રેલવે યુનિયનોનું કહેવું છે કે હવે જમાનો બદલાઈ ગયો છે, તેથી DA ની ગણતરી માટે વપરાતા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) માં આજના સમયની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ
8th Pay Commission latest news:કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8માં પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (IRTSA) અને અન્ય રેલવે યુનિયનોએ સરકાર સમક્ષ કેટલીક મોટી માંગણીઓ મૂકી છે. યુનિયનોએ મોંઘવારી ભથ્થા (DA) અને મકાન ભાડા ભથ્થા (HRA) ની ગણતરીની જૂની પદ્ધતિઓમાં ધરખમ ફેરફારો કરવા પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, મૂળ પગાર વધારવા, ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરવા, રજાના રોકડીકરણ (Leave Encashment) અને નિવૃત્તિ યોજનાઓમાં પણ સુધારા કરવાની રજૂઆત કરવામાં આવી છે. આ માંગણીઓ સંતોષાશે તો રેલવે કર્મચારીઓને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.
Was this story interesting?





