પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 13 થી 17 રૂપિયાનો વધારો થવો જોઈએ, આ રિપોર્ટે વધારી દીધી ચિંતા!
By AbpMay 20, 2026 at 10:34 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ચિંતાજનક રિપોર્ટ મુજબ, કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹13 થી ₹17 નો તાત્કાલિક વધારો કરવાની ભલામણ કરી છે.",
- જાણો, સરકારી તેલ કંપનીઓને દર મહિને ₹25,000 કરોડનું જંગી નુકસાન થઈ રહ્યું છે, જે પેટ્રોલ પર ₹14 અને ડીઝલ પર ₹11 પ્રતિ લિટર જેટલું છે.",
- મધ્ય પૂર્વના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે, જે ભારતમાં ભાવ વધારાનું મુખ્ય કારણ બન્યું છે.",
- તાજેતરમાં થયેલો ₹3 અને 90 પૈસાનો ભાવ વધારો કંપનીઓના મોટા નુકસાનને ભરપાઈ કરવા માટે જરાય પૂરતો નથી, તેમ રિપોર્ટ જણાવે છે.",
Petrol Diesel Prices:સામાન્ય માણસ પહેલાથી જ મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી પરેશાન છે, ત્યાં હવે એક નવા અહેવાલે લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. દેશની જાણીતી બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે એક મોટો દાવો કરતા કહ્યું છે કે હાલની પરિસ્થિતિ જોતા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 13 થી 17 રૂપિયાનો ધરખમ વધારો કરવાની તાતી જરૂર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને તેલ કંપનીઓને થઈ રહેલા જંગી નુકસાનને સરભર કરવા માટે હાલનો ભાવ વધારો પૂરતો ન હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આટલી મોટી માંગ કેમ કરવામાં આવી છે અને જો આમ થશે તો આપણા ખિસ્સા પર તેની કેવી અસર પડશે.
Was this story interesting?





