ચૂંટણી પતતા જ મોંઘવારીનો ડામ? પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લિટર ₹25 થી ₹28નો જંગી વધારો થઈ શકે છે
By AbpApril 22, 2026 at 8:24 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ચૂંટણી પતતા જ મોંઘવારીનો ડામ: કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના રિપોર્ટ અનુસાર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹25 થી ₹28નો જંગી વધારો થવાની શક્યતા છે.",
- ક્રૂડ ઓઇલના ભાવ આસમાને: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં અસ્થિરતાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ સતત ઊંચા સ્તરે જળવાઈ રહ્યા છે.",
- ઓઇલ કંપનીઓ પર મોટો બોજ: ક્રૂડ મોંઘું થવાથી તેલ કંપનીઓ પર દર મહિને લગભગ ₹270 અબજનો વધારાનો બોજ પડી રહ્યો છે, જે હાલ ચૂંટણીને કારણે ગ્રાહકોને ટ
Petrol price hike 2026:દેશમાં અત્યારે ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને ચારેબાજુ રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે, પણ આ ઘોંઘાટ વચ્ચે સામાન્ય માણસના ખિસ્સાને સીધી અસર કરતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતી બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના નવા રિપોર્ટ મુજબ, ચૂંટણી પૂરી થયા બાદ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹25 થી ₹28 સુધીનો તોતિંગ વધારો થઈ શકે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવને કારણે હાલ રિફાઇનિંગ કંપનીઓ ભારે દબાણ હેઠળ છે. અત્યારે ભલે ભાવ સ્થિર હોય, પરંતુ ચૂંટણી પછી તેનો પૂરો બોજ જનતા પર પડવાની શક્યતા છે.
Was this story interesting?





