ટિકિટ બુક કરતા પહેલા જ ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ થશે કે નહીં! રેલવેએ લોન્ચ કરી આ ખાસ એપ

By AbpMay 13, 2026 at 12:54 PM4 views
ટિકિટ બુક કરતા પહેલા જ ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ થશે કે નહીં! રેલવેએ લોન્ચ કરી આ ખાસ એપ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ભારતીય રેલવેએ 'RailOne' નામની નવી એપ લોન્ચ કરી છે, જે ટિકિટ બુક કરતા પહેલા જ તમારી વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના જણાવશે!
  • આ એપની AI ટેકનોલોજી આધારિત આગાહીની ચોકસાઈ 94% સુધી પહોંચી ગઈ છે, જે મુસાફરોની લાંબા સમયની ચિંતાનો અંત લાવશે.
  • એક જ એપમાં હવે રિઝર્વેશન, જનરલ ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ અને ટ્રેનનું લાઈવ લોકેશન ટ્રેક કરવા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
  • RailOne એપ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવા પર 3% ડિસ્કાઉન્ટ મળશે અને 1 માર્ચથી UTS એપ બંધ થઈ જશે.

RailOne app ticket booking:ભારતીય રેલવેમાં રોજેરોજ મુસાફરી કરતા લાખો લોકો માટે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર છે. તહેવારો કે રજાઓમાં કન્ફર્મ ટિકિટ ન મળવી અને વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેની લાંબી ચિંતા હવે ભૂતકાળ બની જશે. રેલવે મંત્રાલયે 'RailOne' (રેલવન) નામની એક નવી અને એડવાન્સ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમે ટિકિટ બુક કરો તે પહેલાં જ જણાવી દેશે કે તમારી વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાના કેટલા ચાન્સ છે.

More To Read