જાણ કર્યા વિના ખાતામાંથી લોનનો હપ્તો નહીં કપાય! બેંકના ઓટો ડેબિટ અંગે RBIનો નવો નિયમ લાગુ

By AbpApril 22, 2026 at 4:17 PM5 views
જાણ કર્યા વિના ખાતામાંથી લોનનો હપ્તો નહીં કપાય! બેંકના ઓટો ડેબિટ અંગે RBIનો નવો નિયમ લાગુ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોની સુરક્ષા માટે ઓટો ડેબિટ સંબંધિત નવા નિયમો લાગુ કર્યા છે, જેથી તમારી જાણ બહાર ખાતામાંથી પૈસા નહીં કપાય.
  • હવે કોઈપણ ઓટો પેમેન્ટ કપાય તે પહેલાં ગ્રાહકને 24 કલાક અગાઉ એલર્ટ મેસેજ મળશે, જેમાં કંપની, રકમ અને તારીખની સંપૂર્ણ માહિતી હશે.
  • કોઈ પણ કંપની તમારી મંજૂરી વિના ઓટો પેમેન્ટ શરૂ કરી શકશે નહીં કારણ કે હવે રજિસ્ટ્રેશન અને વધારાની ચકાસણી ફરજિયાત બની છે.
  • આ નિયમો OTT સબ્સ્ક્રિપ્શન, વીમા પ્રીમિયમ, બિલ અને લોનના EMI જેવી સેવાઓ પર લાગુ પડશે, પરંતુ FASTag જેવા કેટલાક કિસ્સાઓમાં જૂની સિસ્ટમ ચાલુ રહેશે.

RBI auto debit rules:જો તમે પણ બેંક ખાતામાંથી અચાનક પૈસા કપાઈ જવાની સમસ્યાથી પરેશાન છો, તો તમારા માટે આ ખૂબ જ કામના સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈ મેન્ડેટ (ઓટો ડેબિટ) સંબંધિત નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા ફેરફાર મુજબ, હવે તમારી જાણ બહાર તમારા ખાતામાંથી કોઈપણ પ્રકારના પેમેન્ટ માટે પૈસા કાપવામાં આવશે નહીં. જેમના EMI, વીજળીના બિલ કે OTT સબ્સ્ક્રિપ્શન દર મહિને આપમેળે કપાઈ જાય છે, તેમના માટે આ નિયમ ખૂબ ફાયદાકારક અને સુરક્ષિત સાબિત થશે.

More To Read

જાણ કર્યા વિના ખાતામાંથી લોનનો હપ્તો નહીં કપાય! બેંકના ઓટો ડેબિટ અંગે RBIનો નવો નિયમ લાગુ | Teri Meri Bat | TeriMeriBat News