LPG ગેસની ભયંકર અછત વચ્ચે આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે રેશનની દુકાનેથી મળશે કોલસો

By AbpApril 22, 2026 at 6:17 PM5 views
LPG ગેસની ભયંકર અછત વચ્ચે આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે રેશનની દુકાનેથી મળશે કોલસો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • LPG ગેસની ભયંકર અછતનો સામનો કરવા બિહાર સરકારે રેશનકાર્ડ ધારકોને રાશનની દુકાનેથી કોલસો આપવાનો મોટો નિર્ણય લીધો છે.
  • જાણો, આ યોજના હેઠળ દરેક રેશનકાર્ડ ધારક પરિવારને રસોઈ માટે 100 કિલો કોલસો મળશે, જે ગેસના વિકલ્પ તરીકે કામ કરશે.
  • આ સુવિધા ખાસ કરીને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ આવતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપશે.
  • સરકાર કોલ ઇન્ડિયા જેવી કંપનીઓ પાસેથી કોલસો ખરીદીને હોલસેલ વેપારીઓ અને PDS દુકાનો દ્વારા લોકો સુધી સરળતાથી પહોંચાડશે.

LPG Crisis Bihar:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે આખી દુનિયાની સાથે ભારતમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. દેશમાં ઈંધણ અને ખાસ કરીને રસોઈ ગેસની (LPG) ભારે અછત સર્જાઈ છે. આ કટોકટીના સમયમાં સામાન્ય માણસને રાહત આપવા માટે બિહાર સરકારે એક બહુ જ મહત્વનો નિર્ણય લીધો છે. જે લોકો પાસે ગેસનો બાટલો નથી, તેમને રસોઈ બનાવવા માટે હવે રાશનની દુકાનો પરથી 'ફ્યુઅલ બેકઅપ' તરીકે કોલસો આપવામાં આવશે.

More To Read