Zomato અને Swiggy ની ડિલિવરી ઠપ! મોંઘા પેટ્રોલ-ડીઝલ સામે ગિગ વર્કર્સે કરી હડતાળની જાહેરાત, જાણો શું કરી માંગ

By AbpMay 15, 2026
Zomato અને Swiggy ની ડિલિવરી ઠપ! મોંઘા પેટ્રોલ-ડીઝલ સામે ગિગ વર્કર્સે કરી હડતાળની જાહેરાત, જાણો શું કરી માંગ

Photo: Abp

AI Key Highlights
  • મોંઘા પેટ્રોલ-ડીઝલ સામે ઝોમેટો અને સ્વિગી સહિતની એપ આધારિત સેવાઓના ગિગ વર્કર્સે શુક્રવારે બપોરે 12 થી 5 વાગ્યા સુધી હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો.

Gig Workers Strike Petrol Price:દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધ્યા બાદ હવે તેની અસર એપ આધારિત ડિલિવરી અને કેબ સેવાઓ પર પણ જોવા મળી રહી છે. ગિગ એન્ડ પ્લેટફોર્મ સર્વિસ વર્કર્સ યુનિયન (GIPSWU) એ વધતી ઈંધણની કિંમતો સામે હડતાળનું એલાન કર્યું છે. યુનિયને કહ્યું છે કે શુક્રવારે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ગિગ વર્કર્સ એપ બંધ રાખીને વિરોધ નોંધાવશે. યુનિયનનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાથી સૌથી વધુ અસર ડિલિવરી બોય અને ડ્રાઈવરો પર પડી રહી છે.

More To Read