પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે? 3 રૂપિયાના વધારા છતાં કંપનીઓને 750 કરોડનું નુકસાન!
By AbpMay 18, 2026

Photo: Abp
AI Key Highlights
- આઘાતજનક ખુલાસો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરના ₹3ના વધારા છતાં, સરકારી ઓઇલ કંપનીઓને હજુ પણ દરરોજ ₹750 કરોડનું મોટું નુકસાન થઈ રહ્યું છે.
petrol diesel price hike:સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો માર હજુ પણ વધી શકે તેવી શક્યતા છે. તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, તેમ છતાં સરકારી ઓઇલ કંપનીઓને હજુ પણ દરરોજ આશરે 750 કરોડ રૂપિયાનું માતબર નુકસાન થઈ રહ્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં પણ કંપનીઓ બજાર ભાવ કરતા ઘણા ઓછા ભાવે ઇંધણ વેચી રહી છે. આ સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં જનતાએ ફરીથી ભાવ વધારાનો સામનો કરવો પડી શકે છે.
Was this story interesting?





.webp)