પોસ્ટ ઓફિસની સૌથી લોકપ્રિય સ્કીમ: ₹333 ના રોકાણ પર મળશે ₹17 લાખનું વળતર, જાણો સંપૂર્ણ વિગત

By AbpMay 13, 2026
પોસ્ટ ઓફિસની સૌથી લોકપ્રિય સ્કીમ: ₹333 ના રોકાણ પર મળશે ₹17 લાખનું વળતર, જાણો સંપૂર્ણ વિગત

Photo: Abp

AI Key Highlights
  • રોજ માત્ર ₹333 બચાવીને પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં 10 વર્ષમાં ₹17 લાખથી વધુનું ભંડોળ એકઠું કરો.

Post Office RD Scheme:જો તમે શેરબજારના જોખમોથી દૂર રહીને સુરક્ષિત રોકાણ કરવા માંગો છો અને ભવિષ્ય માટે મોટું ફંડ ભેગું કરવાનું વિચારી રહ્યા છો, તો ભારતીય પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમ તમારા માટે જ છે. પોસ્ટ ઓફિસે એક એવી રિકરિંગ ડિપોઝિટ (RD) યોજના રજૂ કરી છે, જેમાં તમે દરરોજ માત્ર 333 રૂપિયાની નાની બચત કરીને પાકતી મુદતે 17 લાખ રૂપિયા જેટલું માતબર ભંડોળ ઊભું કરી શકો છો. કોઈ પણ જાતના ટેન્શન વગર ગેરંટીડ રિટર્ન આપતી આ સ્કીમ મધ્યમ વર્ગ માટે અત્યંત લોકપ્રિય અને ફાયદાકારક સાબિત થઈ રહી છે. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ હંમેશાથી સામાન્ય માણસનો સૌથી ભરોસાપાત્ર વિકલ્પ રહી છે.

More To Read