મોદી-મેલોનીના વીડિયોથી ટ્રેન્ડમાં આવેલી 'મેલોડી'ના માલિક કોણ છે? જાણો તેમની સંપત્તિ
By AbpMay 20, 2026

Photo: Abp
AI Key Highlights
- વડાપ્રધાન મોદીએ ઇટાલીના વડાપ્રધાન મેલોનીને 'મેલોડી' ચોકલેટ ભેટમાં આપતા આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
Melody Chocolate Owner:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની જ્યારે પણ મળે છે, ત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચી જાય છે. તાજેતરમાં બુધવારે પીએમ મોદી ફરીથી ઇટાલીના પ્રવાસે ગયા હતા. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓના ફોટા અને વીડિયો વાયરલ થયા, પરંતુ સૌથી વધુ ચર્ચા એક એવા વીડિયોની થઈ જેમાં પીએમ મોદી મેલોનીને 'મેલોડી' (Melody) ચોકલેટનું પેકેટ ભેટમાં આપતા જોવા મળ્યા. આ વીડિયોએ માત્ર 'મોદી-મેલોની' હેશટેગને જ નહીં, પરંતુ બાળપણની ફેવરિટ એવી 'મેલોડી' ટોફીને પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરાવી દીધી.
Was this story interesting?





